ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક ) અને જ્ઞાન સહાયક યોજના(માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)ઓનલાઇન અરજી કરવાની
Special Intensive Revision (SIR) – 2026
Special Intensive Revision (SIR) – 2026
Please click below link to Search your name in Voter List 2002
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
M
મીકેનીકલ સાઇડ હેલ્પર પરિક્ષા પરિણામ પ્રસિધ્ધ પછી પાસ થયેલ ઉમેદવારો પૈકી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોને બોલાવવા બાબત
Hemchandracharya North Gujarat University, Patan
મીકેનીકલ સાઇડ હેલ્પર કક્ષાની OMR લેખિત પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવા બાબત
GUJARAT MERITIME UNIVERSITY
માનગઢ હત્યાકાંડ
1200 ગુજરાતીઓને ભરખી ગયેલો કાળમુખો હત્યાકાંડ
ધરબાયેલો ઈતિહાસ
‘હત્યાકાંડ’ શબ્દ કાને પડે અને માનવમન અગાધ ભૂતકાળમાં સરી પડે છે. અને શોધવા મંડી પડે છે. હત્યાકાંડનું વર્ષ, ઘટના, કારણો-પરિણામો અને શહીદોની સંખ્યા અને નામાવલિ. ઈતિહાસ સાથે સાધારણ પરિચય ઘરાવનારની જીભ પર ‘બેસ્ટાઈલ જેલનો હત્યાકાંડ’ (ફ્રાન્સ-1789), ‘લોહીયાળ રવિવારનો હત્યાકાંડ’ ( રશિયા 1905) અને ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ (અમૃતસર 1919) વગેરે નામો આવી જાય. પરંતુ આપણા ગુજરાતના સીમાડા પર ઈ.સ. 1913માં સર્જાયેલ ‘માનગઢ હત્યાકાંડ’ વિશે કેટલા ગુજરાતીઓ જાણે છે?
જેઓ થોડી ઘણી જાણકારી ઘરાવે છે તે અધકચરું અને આઝાદીની લડત સાથે સરળતાથી તેનું અનુસંધાન કરી દે છે. જેનાથી જનમાનસમાં અનેક ગેરસમજો પણ પેદા થાય છે.
માનગઢ હત્યાકાંડ : ઈતિહાસનું અજાણ્યું પ્રકરણ
માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર, 1913નાં રોજ ગુજરાતની સરહદ પર આવેલા માનગઢનાં ડુંગર પર સર્જાયો હતો. તે આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટના હતી. સમગ્ર માનગઢ ઘટનાનાં કેન્દ્રમાં ભીલોનાં ગુરુ ગોવિંદ (1863- 1931) હતાં. હત્યાકાંડ શબ્દમાં અથડામણ, અફડાતફડીનો ભાવ તો હોય જ. જ્યારે માનગઢ હત્યાકાંડ પાછળ ચોક્કસ વિચારસરણી ગોવિંદ ગુરુની સમાજ-ધર્મ સુધારણાની પૃષ્ઠભૂમિ પર રહેલી હતી. તેથી સૌ પ્રથમ આપણે આ પરિપેક્ષ્ય માનગઢ કોડને જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે બ્રિટિશ સત્તાધીશો ઉપરાંત તત્કાલીન દેશી રાજ્યો તથા સ્થાપિત હિતોની ખલનાયકિનાં પરિપેક્ષ્યને પણ જોઈશું. તે પહેલા ગોવિંદ ગુરુનો પરિચય મેળવીએ.
ગોવિંદ ગુરુનો પરિચય
ભીલોના ગુરુ ગોવિંદનો જન્મ ઈ.સ. 1863નાં રાજસ્થાનનાં ડુંગરપુર જિલ્લાનાં વેદસા ગામે વણઝારા કુટુંબમાં થયો હતો. બિલકુલ અક્ષરજ્ઞાન નહીં પામેલા ગોવિંદગુરુએ 21 વર્ષની ઉંમરે વૈરાગી જીવન જીવવાનો પ્રારંભ કર્યો હતો. દરમિયાન ઉદેપુરમાં આર્યસમાજનાં સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીને મળ્યા હોવાનું પણ કહેવાય છે. ઈ.સ. 1899-1900નો છપ્પનીયા દુષ્કાળે રાજસ્થાન અને ગુજરાતમાં કાળો કેર વર્તાવી દીધો હતો ત્યારે તેઓ દુષ્કાળની ભયંકરતાથી બચવા પંચમહાલ જિલ્લાનાં સુંથ (સંતરામપુર) રાજ્યનાં નટવા ગામે સ્થાયી થયાં હતાં. જ્યાં દુષ્કાળે તેમનાં પત્ની અને ત્રણ બાળકોને ભરખી લીધા એ આઘાતે ગોવિંદગુરુનાં જીવનને નવી દિશા ચીંધી હતી. તેમને દુષ્કાળનાં ખપ્પરમાં હોમાતા અને અનેક સામાજિક - ધાર્મિક દૂષણોમાં સબડતા ભીલો માટે સંવેદના જાગી અને પરિણામે સમાઈ મહાન સમાજ સુધારણા પ્રવૃત્તિની પૃષ્ઠભૂમિ.
તત્કાલીન આદિવાસીઓની સામાજિક-આર્થિક-રાજકિય સ્થિતિ જોયા પછી તેઓ સામે સમાજસુધારણા ચળવળનો સુંદર આદર્શ પ્રસ્તુત કર્યો, જેમાં એકેશ્વરવાદનું પાલન, શારિરીક સ્વચ્છતા, દારૂ-માંસાહાર નિષેધ, ખૂન-લૂંટફાટ ન કરવા વગેરે ઉપદેશો મુખ્ય હતાં. તેનો સુવ્યવસ્થિતપણે પ્રચાર કરવા માટે સંપસભા નામના સંગઠનની 1905માં સ્થાપના કરી હતી. તેના તેજાં હેઠળ ઘૂણીઓ (Fire pits)ની સ્થાપ્ના કરવા આવી. પંચમહાલ અને રાજસ્થાનમાં ભીલોની મોટી સભાઓનું આયોજન કરી તએઓમાં સંસ્કૃતિકરણનાં બીજ રોપ્યા. તેઓની આ પ્રવૃત્તિઓ સમગ્રતયા ‘ભગત ચળવળ’ કે ‘ભગત સંપ્રદાય’ તરીકે પ્રચલિત બની હતી. કારણ કે તેમના આદિવાસી અનુયાયીઓ ભગત તરીકે પ્રસિધ્ધિ પામ્યા હતાં. તેઓ કેસરી સાફો, રૂદ્રાક્ષની માળા પહેરતા અને હાથમાં ચીપિયો રાખતા હતાં.
હત્યાકાંડ પાછળની પૂર્વભૂમિકા
ગોવિંદગુરુ અને તેમના ભગત સંપ્રદાયે ભીલોમાં નવજીવનનો સંચાર કર્યો, આત્મ સન્માનની ભાવના જગાડી. અન્યાય સામે લડવાની પ્રતિકાર શક્તિ પૂરી પાડી. ગુરુનાં ઉપદેશોની બુનિયાદ ઉપર ભગત ભીલોએ માંસાહાર, દારૂ, લૂંટફાટ વગેરેનો ત્યાગ કરી વેઠપ્રથા કરવાની પણ સ્થાપિત હિતોને ઘસીને ના પાડવાની હિંમત કેળવી. આ સ્થિતિ સંતરામપુર, વાંસવાડા, ડુંગરપુરનાં રાજ્યો, દારૂનાં ઠેકેદારો અને બ્રિટિશ સત્તા માટે ખતરનાક સાબિત થઈ હતી. કારણ કે બ્રિટિશ રાજમાં જેટલી નિશાળો ન હતી એના કરતાં વધુ દારૂનાં પીઠાંઓ હતાં અને સરકારી મહેસૂલનો મોટો હિસ્સો દારૂ પરની આવકમાંથી પ્રાપ્ત કરાતો હતો. દારૂનાં ઠેકેદારોના સૌથી મોટા ગ્રાહકો આદિવાસીઓ હતાં. એજ રાતે વેઠપ્રથા એ બ્રિટિશ અને દેશી રજવાડાઓનું મહત્વનું અંગ હતું.
પત્નીની પ્રસૂતિ સમયે તેને ગાડામાં નાંખી દાહોદના દવાખાને લઈ જતાં ભીલને રોકી, તેની પત્નીની પ્રસૂતિની પીડાની અવગણના કરી વેઠે લઈ જવાના દાખલા ઈતિહાસમાં નોંધાયા છે. આવી સાહેબી ભરી સ્થિતિમાં વેઠપ્રથા વિરુદ્ધના આંદોલનથી દેશી રાજ્યોના અર્થતંત્રની કમર ભાંગી ગઈ. ઉદાહરણ તરીકે ગોવિંદગુરુના દારૂ ન પીવાના ઉપદેશને લીધે જ ઈ.સ 1912માં સંતરામપુર રાજ્યની દારૂની આવકમાં એક સમયે ધરખમ ગણાય એવો છ હજાર રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. દેશી રજવાડાઓની આવકમાં આવેલા અણધાર્યા ઘટાડાની અને ભીલોમાં આવેલી જાગૃતિ તેમના માટે ગંભીર ચિંતાનું કારણ બન્યું હતું.
આજ સમયે દેશી રજવાડાઓ અને તેમને પ્રોત્સાહિત કરતી બ્રિટિશ સરકારથી હારી ગોવિંદગુરુને ‘ભીલરાજ’ની સ્થાપનાનું સ્વપ્ન સેવ્યું. ગોવિંદગુરુએ પોતાના શિક્ષિત શિષ્ય પૂંજા ધીરજી પારગીના માર્ગદર્શનમાં ભીલ રાજ્યનો વિચાર રજૂ કર્યો હતો, અને માનગઢ ખાતે ભીલોનો મેળો ભરી નવેમ્બર 1917માં ભીલરાજ્યનું રણશીંગું ફૂંકવાનું નક્કી કર્યું. તેના ભાગરૂપે 17 નવેમ્બર, 1913(માગસર સુદ પૂનમ)ના રોજ મોટા મેળાનું આયોજન કર્યું. મેળામાં આમંત્રણરૂપે ભગત સંપ્રદાયના ઝંડાઓ ભીલ વિસ્તારોમાં વહેંચાયા. પ્રતિભાવરૂપે ઘી, નાળિયેર અને એક આનો રોકડો લઈ હજારો ભીલો માનગઢના ડુંગર પર ભીલરાજ્યના સપનાને સાકાર કરવા ઉપસ્થિત થયા.
સ્થાનિક લોકવાયકાઓમાં આ સંખ્યા એક થી દોઢ લાખની હોવાનું જણાવવામાં આવે છે. એનું કારણ આજના આદિવાસીઓ એ ગણે છે કે ગોવિંદગુરુના ચહેરાનું તેજ જ એવું હતું કે તેમના માટે ગોવિંદગુરુની આજ્ઞા એ ઈશ્વરની આજ્ઞા હતી. માનગઢ પર્વત પર આદિવાસીઓ ધાર્મિક વિધિઓની વસ્તુઓ ઉપરાંત બંદૂકો, તલવારો, તીરકાંમઠા અને ગોફણોથી સુસજ્જ હતા. ગોવિંદગુરુએ તેમને પોતે દુશ્મનોની ગોળીઓને પણ પાણી કે ભમરા બનાવી દેશે તેવી ધરપત આપી હતી.
માનગઢ પર્વત પર આદિવાસીઓનું વિશાળ સંખ્યામાં ભેગા થવું એ સંતરામપુર, કુશળગઢ, વાંસવાડા અને ડુંગરપુર જેવા રાજ્યો માટે ઘેરી ચિંતાનું કારણ બન્યું હતું. તેથી સંતરામપુરના રાજાએ ગોવિંદગુરુની ધરપકડ કરી માનગઢપરથી ભીલોને તાત્કાલીક વીખેરી નાંખવા બ્રિટિશ સરકારને વિનંતી કરી.
આખરે ભીષણ સંઘર્ષનો દિવસ આવી પહોંચ્યો. 17મી નવેમ્બર 1913ની સવારે સાડા આઠ વાગ્યે બ્રિટિશ લશ્કર, મેવાડ ભીલ કોર્પ્સ (જેમાં માત્ર આદિવાસી સૈનિકો, અધિકારીઓ જ હતાં, કેવી કાવતરાબાજી!) અને સુંથ, કુશળગઢ, વાંસવાડા, દેવગઢ બારિયા, સંજેલી જેવાં દેશી રજવાડાના લશ્કરોએ માનગઢના ડુંગર પર ત્રિપાંખીયો હુમલો કર્યો. આધુનિક હથિયારો અને કેળવાયેલા લશ્કરો સામે ગોફણ, તીરકાંમઠા અને દેશી જામગરીઓવાળી બંદૂકોથી લડતા ભીલો કેટલી અને ક્યાં સુધી ટક્કર લઈ શકે? છતાં ભીલો ગોવિંદગુરુનાં નેતૃત્વમાં ભીલરાજ્યની સ્થાપના માટે આખરી દમ સુધી લડ્યા. તાત્કાલીન બ્રિટિશ દસ્તાવેજો મુજબ માનગઢ હત્યાકાંડમાં 25 જેટલા ભીલો માર્યા ગયા હતાં. જ્યારે સ્થાનિક લોકવાયકા મુજબ માનગઢ હત્યાકાંડમાં 1200 જેટલાં આદિવાસી ભીલો શહીદ થયા હતાં.
આજથી 98 વર્ષ પહેલા બનેલી આ ઘટનાને લગતી અનેક દંતકાથાઓ આજે પણ સ્થાનિક આદિવાસીઓમાં પ્રચલિત છે. જલિયાવાલા હત્યાકાંડમાં જનરલ ડાયર ખલનાયક હતો. તો અહીં અંગ્રેજ અધિકારીઓ બોરો, હેમિલ્ટન ઉપરાંત સ્થાનિક દેશી રજવાડાઓ વિલનની ભૂમિકામાં હતાં. જલિયાવાલા હત્યાંકાડની ઘટના આઝાદીની લડતના ભાગરૂપ હતી. માનગઢની લડાઈ અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્તિ અને બેવડી આઝાદીની પ્રાપ્તિની હતી. જલિયાવાલા શહેરી, ભદ્રવર્ગીય શહીદોની કરુણ દાસ્તાન છે. માનગઢ હત્યાકાંડ આદિવાસીઓના આર્થિક વિકાસ અને સમાજિક ન્યાય માટેના બલિદાનની ગાથા છે.
માનગઢ કોનું?
હવે એના એક બીજા પાસાની વાત કરીએ અને તે માનગઢ કોનું? ગુજરાત કે રાજસ્થાનનું ? રાજસ્થાન સરકાર માનગઢના ઈતિહાસને પોતીકો ઈતિહાસ બનાવતી હોય તેમ માળખાકીય સુવિધાઓ, ગોવિંદગુરુની 15 લાખના ખર્ચે મૂર્તિ પણ પધરાવી છે. જ્યારે આપણા પક્ષે એટલું આશાસ્પદ વાતાવરણ નથી. સિવાય કે ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞકુંડીઓ બનાવી આ ઐતિહાસિક સ્થાન પર અતિક્રમણ કર્યું છે. હાલ તો મહત્વનો મુદ્દો એ છે કે 1913માં બનેલો માનગઢ હત્યાકાંડ 2013માં શતાબ્દી પૂરો કરશે ત્યારે આવા સીમા વિવાદોને ઉથાપી આ મહાન ઐતિહાસિક ઘટનાક્રમનું કાયમી સ્મારક, પ્રવાસન સ્થળ ઉભું થાય એજ સમયનો સંદેશ છે.




























