MIX GYAN

thumbnail

રાજ્ય સરકારે નવા ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી

 


રાજ્ય સરકારે નવા ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી, જાણો ક્યા જિલ્લામાં ખુલશે


વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી.


  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન ૨૪ P.H.C.(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ને સૈધ્ધાંતિક મંજૂરી આપી

  • રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

  • ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત

Gujarat new PHC approval: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.


તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.


હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.


હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે.


હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિક જનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાહિત થશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.







Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow