-: વાવ, વાવના પ્રકાર અને ગુજરાતમાં આવેલી વાવ :-
વાવ એટલે એક તળાવ જે જમીનની સપાટીથી ઉંડાઇમાં આવેલ હોય છે અને પાણી સુધી પહોંચવા માટે તેની ફરતે સીડી બનાવેલી હોય છે.
---> વાવના પ્રકારો <---
(૧) નંદા -
(૨) ભદ્રા-
(૩)જયા-
(૪)વિજયા-
ગુજરાતમાં આવેલી વાવ-
(૧)રાણીની વાવ (રાણકી વાવ) ---
-- ૧૧ મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી રાણીએ પાટણમાં સાતમાળ ઉંડી વાવ બંધાવેલી
૬૪ મીટર લાંબી , ૨૦ મીટર પહોળી, ૨૭ મીટર ઉંડી( નંદા પ્રકારની) છે.
નોંધ- 2014 માં યુનેસ્કો ધ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન અપાયેલ છે (ગુજરાતમાં બીજા સ્થાને)
(૨) અડાલજની વાવ (રૂડાવાવ) :-
૧૪૯૯માં મહમૂદ બેગડાના સમયમાં વાઘેલા વીરસીંહની પત્ની "રૂડાબાઇએ" પતિની યાદમાં પાંચ માળ ઊંડી વાવ બંધાવી હતી. જે અમદાવાદના અડાલજ ખાતે આવેલ છે. તે જયા પ્રકારની વાવ છે
(૩) દાદા હરીની વાવ ( અમદાવાદ - અસરવા)
૧૪૮૫ માં મુસ્લીમ સુલતાન બાઈ હરીએ વાવની રચના કરાવી હતી
અમદાવાદ જિલ્લાના અસરવા વિસ્તારમાં આવેલ છે. જે નંદા પ્રકારની વાવ છે
(૪) અડી-કડીની વાવ (જુનાગઢની તળેટીમાં ગિરનાર- ઉપરકોટ)
ગિરનારની તળેટીમાં ઈ. સ. ૩૧૯માં બનેલી વાવ પરંતુ ઇ. સ.૯૭૬ માં
પ્રકાશ પાડવામાં આવ્યો. ભારતની સૌથી જુની વાવ (નંદા પ્રકારની)
૮૧ મીટર લાંબી, ૪.૭૫ મીટર પહોળી, ૪૧ મીટર ઉંડી છે
(૫) ગેબનશાહની વાવ (૧૬મી સદી)
૧૬મી સદીમાં ગેબનશાહ નામના ફકીરે ચાંપાનેરમાં આ વાવ બંધાવી હતી
૨૦ મીટર ઉંડી, ૬મીટર પહોળી, ૫૦ મીટર લાંબી (નંદા પ્રકારની)
(૬) હેલીકલ વાવ:- ચાંપાનેરથી વડોદરા જવાના રસ્તા પર આવેલ છે તેનો આકાર હેલીકલ જેવો છે
(૭) મોઢેરાની વાવ:- સાદી વાવ છે (૧૧મી સદીમાં સૂર્યમંદિરની સાથે નિર્માણ થયું છે.
મહેસાણા
1. ચંદ્રાહર્ષાની વાવ
2. મોઢેરાની મોઢેશ્વરી વાવ
3. બહુચરાજીની વલ્લભ ભટ્ટની વાવ
4. જીન્જુવાળાની વાવ
સાબરકાંઠા
1. કાનજી વાવ
2. ખેડ ચંદનની વાવ
3. ચામાલની વાવ
4. ભિલોડાની ભેંટાડી વાવ
અમદાવાદ
1. ખોડીયારની વાવ
2. ધનકની વાવ
3. હનુમાનની વાવ
4. ભીલની વાવ
5. મહાદેવની વાવ
6. ઈટેરી વાવ
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments