મહત્વના અવોર્ડ
👉વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ
👉શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ
👉લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
👉રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ
👉રગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
👉લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ
👉સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
ગુજરાત ના ખેલાડીઓને પ્રોત્સાહિત માટે
👉 જયદીપસિંહ એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી રાજ્ય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે
👉સરદાર પટેલ એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી નવાજવામાં આવે છે......
👉એકલવ્ય એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે.....
ભારત સરકાર
👉ભારત રત્ન
સાહિત્ય, કલા,ખેલ, વિજ્ઞાન અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઇ.સ.૧૯૫૪થી આ અવોર્ડ આપવામાં આવે છે.
ભારત રત્ન'એ ભારત સરકાર તરફી અપાતો સૌથી મોટો અવોર્ડ છે. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે.
👉પદ્મશ્રી
પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે
👉પદ્મભૂષણ
પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
👉પદ્મવિભૂષણ
પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
👉દવોણાચાયઁ એવોડ
રમત મા પ્રશિક્ષક (કોચ) તરીકે નોધપાત્ર ફાળો આપનારને એવોડ અપાય
👉અજુન એવોડ
રમત ગમત નોધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીને એવોડ અપાય
પરમવીર ચક્ર , મહાવીર ચક્ર અને વીર ચક્ર :
યુ ધ્ધ માં અસાધારણ બહાદુરી બતાવનાર અવા બલિદાન આપનારલશ્કરી દળોના સભ્યોને આ અવોર્ડ આપવામાં આવે છે , જેમાં પ્ર થમ અવોર્ડ ' પરમવીર ચક્ર ' , દ્વિ તીય અવોર્ડ ' મહાવીર ચક્ર ' અનેતૃતીય અવોર્ડ ' વીર ચક્ર ' છે .
👉 પરમવીર ચક્ર
પરમ વીર ચક્ર ભારતની સૌથી પ્રથમ કક્ષાનો લશ્કરી ઍવોર્ડ છે, જે યુદ્ધ સમય દરમિયાન બહાદુરીના નામાંકિત કાર્યો દર્શાવવા બદલ આપવામાં આવે છે.
👉મહાવીર ચક્ર
મહાવીર ચક્ર , પરમ વીર ચક્ર બાદ ભારતની બીજી સૌથી મોટી લશ્કરી એવોર્ડ છે, અને દુશ્મનની હાજરીમાં વિશિષ્ટ બહાદુરીનાં કૃત્યો માટે સન્માનિત કરવામાં આવે છે
👉વીર ચક્ર
વીર ચક્ર યુદ્ધભૂમિમાં બહાદુરીનાં કૃત્યો માટે એક ભારતીય બહાદુરી પુરસ્કાર છે. બહાદુરીના એવોર્ડ તેની સાથે વી.આર. સીનો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે.
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments